Sunday, 27 April 2014

Attention Deficit Hyperactivity Disorder (A.D.H.D)

બાળકો ની ગેરવર્તણુક
એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર શું છે ?

Attention deficit hyperactivity disorder (A.D.H.D)


આ 21 મી સદી ના અતિ ઝડપી કમ્પ્યુટર યુગમાં માતા પિતાની વધુ કમાવવાની દોડ ને લીધે બાળકો અતિશય તાણગ્રસ્ત રહે છે . આજે બાળકો બહુ બુદ્ધિશાળી છે . કમ્પ્યુટર ચલાવવું તે તેમના ડાબા હાથનો ખેલ છે. માતા પિતા બાળકો ને દરેક હરીફાઈ માં ઉતારી તેને 'સુપર ચાઈલ્ડ' બનાવવા માંગે છે . અને જો તેમાં બાળકો તેમની આશા , આકાંશા , ઇરછા ને ફળીભૂત નથી થતા તો માતા પિતા હતાશા અનુભવે છે , અને તેઓ બાળકો ને દોષી ગણાવી તમને ઠપકો આપે છે.


બીચારા બાળકો શું કરે ? ભલે તેઓનો બુદ્ધિઆંક (IQ) બહુ ઊંચો હોય , પરંતુ આખરે તેઓની એક લિમીટ હોય છે . તેઓ પણ માતા પિતા ની આશા પૂરી ન કરી શકવાથી હતાશા , માનસિક અશાંતિ , ચીડીયાપણું વગેરે અનુભવે છે . ત્યારે માતા પિતા વિચારતા થાય છે કે મારું બાળક આમ કેમ કરે છે ? અને કાપે છે ડોક્ટરો ના ચક્કર !


આનો હોમીયોપેથી માં અકસીર ઈલાજ છે . હોમીયોપેથીક દવા શારીરિક , માનસિક રીતે સારવાર કરી બાળકો ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે . જેણે બાળપણ માં હોમીયોપેથીક સારવાર લાંબા સમય માટે લીધી હોય તેઓ ઉત્તમ સવાસ્થ માણી શકે છે .






એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (A.D.H.D.) બાળકોમાં જોવા મળતો સૌથી સામાન્ય રોગ જે કિશોરાવસ્થા અને પુખ્તવય સુધી ચાલુ રહે છે. જેની આપણા ગુજરાતીઓ માં સતર્કતા નથી . તો એ.ડી.એચ.ડી. છે શું ? તમારા બાળક ને જરૂર છે , તમારો પ્રેમ , સમય અને હોમીયોપેથીક દવા - જેની કોઈ આડઅસર જોવા મળતી નથી . એ.ડી.એચ.ડી. 6 થી 12 વર્ષ ના બાળકો મા , ખાસ કરી છોકરા માં છોકરી ઓ કરતા વધુ , જોવા મળે છે .


એ.ડી.એચ.ડી. ના લક્ષણો :


  • સરળતાથી મન વિચલિત થઇ જવું , અને વારંવાર એક પ્રવૃત્તિ કર્યા કરવી.
  • એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માં મુશ્કેલી.
  • આનંદપ્રદ પ્રવૃત્તિ કરતા કરતા થોડી મિનિટો માં કંટાળો આવવા લાગે.
  • શાળા નું લેસન તેમજ સોંપેલા કામ અધૂરા મુક્વા.
  • વારેવાર વસ્તુઓ ખોઈ નાખવી ( રમકડા , પેન્સિલ વગેરે ... )
  • દીવાસ્વપ્ન જોવામા વ્યસ્ત રેહેતા વર્ગ મા શું ભણાવે એ ધ્યાન બહાર રહે છે .
  • સૂચનાઓનું પાલન કરવા માટે જહેમત કરવી પડે.
  • અસ્વસ્થપણે હરવું ફરવું .
  • નોનસ્ટોપ બોલ્યા કરવું .
  • પરિણામો ને ધ્યાનમાં લીધા વગર સંયમ વિના લાગણીઓ દર્શાવી.
  • બેદરકારીભર્યું વર્તન.
  • અસામાજિક વર્તણુક.
  • એકાગ્રતામાં મુશ્કેલી.
  • ધીરે ધીરે અને ખરાબ અક્ષરો મા લખવું.
  • ભાષા શીખવામાં મુશ્કેલી જમકે અંગ્રેજી , મરાઠી , હિન્દી , રાત્રે પથારી ભીની કરવી.
  • અધીરાપણુ અને અતિચંચળતા.


ઉપરનાં લક્ષણો માં થી બાળકો માં 6 અથવા તેના થી વધુ લક્ષણો જોવા મળે એ બાળકને એ.ડી.એચ.ડી. છે તેમ કહેવાય






આ રોગ માટે હોમીયોપેથીક દવાઓ જેમકે : લાયકોપોડીયમ : કેમોમીલા , સીના , મોસકસ , ટેરેનટયુલા , ટયુબરકયુલીનમ , બહુ અસરકારક પરિણામ દાખવે છે .
લાયકોપોડીયમ : સતેજ મગજ સાથે નબળી શારીરિક પ્રવુતિ , પરાવલંબી , એકાગ્રતા નો અભાવ , નબળી પાચન શક્તિ , ઓછી સમરણશક્તિવાળા બાળકો .

કેમોમીલા : ઉદ્ધત ને જીદ્દી , અસંતોષી , બળવાખોર , અસહનશીલતા , ધાયું ન થતા તોડફોડ કરે , રડવાનો ડોળ કરે તેવા બાળકો .

સીના : કૃમિવાળા , વાતે વાતે રડ્યા કરે , કદી પૂરી ન થતી માંગણીઓ વાળા બાળકો .

ટેરેનટ્યુલા : ધમાલિયા , તોડફોડીયા , ઉત્પાતિયા , સંગીતપ્રેમી બાળકો .

મોસકસ : કારણ વગર હસવું , ખીજવવું , સામા જવાબ આપવા ; ડરવાનો , ચક્કર આવવાના , ફીટ આવવાના ઢોંગ કરે એવા બાળકો .

ટયુબરક્યુંલીનમ : ચીડચીડિયા , કુતરા થી ડરે , પુરતો ખોરાક ખાવા છતા વજન ન વધે , સવાર રડવા થી જ પડે , ખરાબ ભાષા વાપરે , બીજાને નિશાષા નાખે , સંગીત અપ્રિય હોય એવા બાળકો .


ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો / કરાવો જરૂરી છે.



સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો જરૂર પૂછી શકો છો. ડૉ.અલ્પના શાહ આપને તેનો જવાબ આપવા જરૂર પ્રયત્ન કરશે. અથવા આપને ઉદભવતા કે મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવા ઇચ્છતા હોય તો આપની સમસ્યા ની વિગત ડાયરેક્ટ ડૉ.અલ્પના શાહ ને dralpanashahemail@gmail.com ઈ મેઈલ દ્વારા લખી ને મોકલી શકો છો, અમો તમારા email ID પર તે અંગેનું યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું.


Dr.Alpana Shah : Consultant Homoeopath
Homeoworld : Homoeopathic Clinic
267/1, Amar Apartments, Road No 12, Jawahar Nagar, Goregaon (West), Mumbai, Pincode : 400 062
Timings : 11.00 AM to 01.00 PM & 05.00 PM to 09.00 PM
Telphone : +91 22 2875 5716, +91 98 7075 5716
Sunday Closed

No comments:

Post a Comment